નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું ડિફેન્સ ઉત્પાદન 1.27 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ લેવલે પહોંચી ગયું છે, જે 2014-15ની સરખામણીમાં 174 ટકા વધારે છે. આ આંકડો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' સ્વપ્નને સાકાર કરતો દેખાય છે. ડિફેન્સ મંત્રાલયના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં ડિફેન્સ એક્સપોર્ટ પણ રેકોર્ડ રુપિયા 21,083 કરોડ સુધી પહોંચવાની તૈયારીમાં છે, જે એક દાયકામાં 30 ગણી વધીને થશે. આ અંતર્ગત, ભારત 100થી વધુ દેશોમાં ડિફેન્સ સાધનો મોકલે છે.