Indias exports: પેટ્રોલિયમ કિંમતોમાં વધઘટ અને ગ્લોબલ અનિશ્ચિતતાઓને કારણે ફેબ્રુઆરીમાં ભારતની વેપાર એક્સપોર્ટ સતત ચોથા મહિને ઘટીને $36.91 બિલિયન થઈ ગઈ. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતે 41.41 અબજ ડોલરના માલની એક્સપોર્ટ કરી હતી. જો કે, વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ફેબ્રુઆરીમાં વેપાર ખાધમાં ઘટાડો થયો છે અને તે ઘટીને 14.05 અબજ ડોલર પર આવી ગયો છે. હકીકતમાં, આ વર્ષે ફેબ્રુઆરીમાં, દેશના ઇમ્પોર્ટ ઘટીને $50.96 બિલિયન થઈ ગઈ હતી અને તેના કારણે, ભારતની વેપાર ખાધમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.