Electric Three-Wheeler: ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અગ્રણી Omega Seiki પ્રાઇવેટ લિમિટેડ અને ક્લીન એનર્જી ઇનોવેટર ક્લીન ઇલેક્ટ્રીકે ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા Omega Seiki એનઆરજી લોન્ચ કરી. કંપનીએ તેને 3.55 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની કિંમતે બજારમાં લોન્ચ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, તે 300 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ ભારતની સૌથી લાંબી રેન્જવાળી ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા છે. તેમાં પેટન્ટ કરાયેલ કોમ્પેક્ટ 15 kWh બેટરી પેક છે. કસ્ટમર્સને તેની ખરીદી પર 5 વર્ષની બેટરી વોરંટી આપવામાં આવી રહી છે.