ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં ત્રણ લેબનીઝ સૈનિકોની હત્યા પર દુખ વ્યક્ત કર્યું હતું. ઇઝરાયેલના સોનાએ કહ્યું કે તે લેબનીઝ સેના સામે લડી રહી નથી. ઈઝરાયેલે કહ્યું કે તેના સૈનિકોએ વિચાર્યું કે તેઓ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના વાહનને નિશાન બનાવી રહ્યા છે. ગાઝામાં હમાસના ટોચના નેતા યાહ્યા સિન્વરના મૃત્યુ પછી, હિઝબુલ્લાએ કહ્યું છે કે તે ઇઝરાયેલ વિરુદ્ધ લડાઈના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે.