ઇઝરાયલી સેનાએ દક્ષિણ બેરૂત, લેબનોન પર વધુ એક જોરદાર હવાઈ હુમલો કર્યો છે. હુમલાની તસવીરો અને વીડિયો જોઈને તમારી આત્મા કંપી જશે. રોઇટર્સના સાક્ષીઓએ જણાવ્યું હતું કે શનિવારના અંતથી રવિવાર સુધી બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં શ્રેણીબદ્ધ મોટા પાયે હુમલા થયા હતા. જેના કારણે સમગ્ર શહેરમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને લગભગ 30 મિનિટ સુધી કેટલાક કિલોમીટર દૂરથી આકાશમાં લાલ અને સફેદ ચમકારા દેખાતા હતા. આકાશમાં જ્વાળાઓ અને કાળા ધુમાડા પણ જોવા મળ્યા હતા. ઈઝરાયેલની સેનાએ પોતાના અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 440 હિઝબુલ્લાહ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.

