Get App

Jio Financial Services: Jio Financial અને BlackRockએ Jio BlackRock બનાવ્યું, આ નવી કંપની ડિજિટલ અને સસ્તા રોકાણ ઓપ્શન કરશે ઉપલબ્ધ

Jio Financial Services: Jio BlackRockએ જોઇન્ટ વેન્ચર છે, જે ભારતમાં કરોડો ઇન્વેસ્ટર્સને સસ્તા અને આસાન રોકાણ સોલ્યુશન પ્રોવાઇડ કરશે. આ જોઇન્ટ વેન્ચર સાથે, બ્લેકરોકે ભારતીય માર્કેટમાં ફરીથી પ્રવેશ કર્યો છે. તેમણે 2018 માં ભારતીય માર્કેટ છોડી દીધું હતું. બંને કંપનીઓએ શરૂઆતમાં આ જોઇન્ટ વેન્ચરમાં $150 મિલિયનનું રોકાણ કરવાનો પ્લાન બનાવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 27, 2023 પર 1:21 PM
Jio Financial Services: Jio Financial અને BlackRockએ Jio BlackRock બનાવ્યું, આ નવી કંપની ડિજિટલ અને સસ્તા રોકાણ ઓપ્શન કરશે ઉપલબ્ધJio Financial Services: Jio Financial અને BlackRockએ Jio BlackRock બનાવ્યું, આ નવી કંપની ડિજિટલ અને સસ્તા રોકાણ ઓપ્શન કરશે ઉપલબ્ધ
બ્લેકરોકના ચેર અને હેડ (APAC) રશેલ લોર્ડે જણાવ્યું હતું કે, "ભારતમાં જબરદસ્ત ઓપર્ચ્યુનિટી છે. વધતો પ્રભાવ, હાઇ યંગ પોપ્યુલેશન અને તમામ બિઝનેસમાં ડિજિટલ પરિવર્તન માર્કેટને પુન: આકાર આપી રહ્યું છે.

Jio Financial Services: Jio Financial Services (JFS) અને BlackRock એ સાથે મળીને જોઇન્ટ વેન્ચરનો નિર્ણય કર્યો છે. તેનું નામ Jio BlackRock હશે. આમાં બંને કંપનીઓનો 50-50 ટકા હિસ્સો હશે. આ જોઇન્ટ વેન્ચરથી બંને કંપનીઓની મજબૂત બ્રાન્ડનો ફાયદો થશે. આ જોઇન્ટ વેન્ચર ભારતમાં કરોડો ઇન્વેસ્ટર્સને સસ્તું અને આસાન રોકાણ સોલ્યુશન પ્રોવાઇડ કરશે. આ જોઇન્ટ વેન્ચર સાથે, બ્લેકરોકે ભારતીય માર્કેટમાં ફરીથી પ્રવેશ કર્યો છે. જેમણે 2018માં ભારતીય માર્કેટ છોડી દીધું હતું.

બંને કંપનીઓ 15-15 મિલિયન ડોલરનું રોકાણ કરશે

Jio BlackRock ને BlackRock ની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ અને ટેક્નોલોજીમાં સ્કીલનો બેનિફિટ મળશે. બીજી તરફ, Jio Financial Services પાસે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકલ માર્કેટનું જ્ઞાન અને પ્રભુત્વ છે. આ JV નોંધપાત્ર સ્કેલ અને લોકલ માર્કેટના નોલેજ સાથે ભારતીય માર્કેટમાં એક નવો પ્લેયર હશે. બંને કંપનીઓએ શરૂઆતમાં આ જોઇન્ટ વેન્ચરમાં $150 મિલિયનના ઇન્વેસ્ટની યોજના બનાવી છે. તેઓ સાથે મળીને માને છે કે તેઓ ભારતમાં ઇન્વેસ્ટર્સને ટેક્નોલોજી આધારિત અને પોસાય તેવા રોકાણ સોલ્યુશન પ્રોવાઇડ કરવાની સ્થિતિમાં હશે.

જોઇન્ટ વેન્ચરને બંને કંપનીઓની પાવરનો ફાયદો થશે

બધા સમાચાર

+ વધુુ વાંચો