રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીમંડળમાં FBI ડિરેક્ટર તરીકે નામાંકિત ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂકને સમર્થન આપવા માટે યુએસ સેનેટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન તેમણે પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આ પછી તેણે "જય શ્રી કૃષ્ણ" ના નારા લગાવ્યા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આના કારણે ભારત સહિત વિશ્વભરમાં રહેતા હિન્દુ ધર્મના લોકો ગર્વ અનુભવી રહ્યા છે.