રાજૌરી: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો છે. રાજૌરીના સુંદરબની વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ હુમલો ગાઢ જંગલમાંથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સેનાએ તરત જ વળતો જવાબ આપ્યો. સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.