Pakistan Terrorist Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાહનો પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે.