Manipur Violence: મણિપુર ફરી એકવાર સળગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી અહીં અશાંતિનો માહોલ છે. ઇમ્ફાલા ખીણમાં હિંસક પ્રદર્શન ચાલુ છે. આ ઉપરાંત ટોળાએ કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો અને મિલકતો પર હુમલો કર્યો હતો. નાગરિક સમાજના જૂથોએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને લશ્કરી જૂથો સામે નિર્ણાયક પગલાં લેવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે, જો આવું નહીં થાય તો તેમને સામાન્ય લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે.