ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદીએ મીટિંગ બાદ સોશિયલ મીડિયા પર કહ્યું કે ટેક્નોલોજી, ઈનોવેશન અને AIના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવી અદ્ભુત હતી. સત્ય નડેલાએ પણ X પર લખ્યું કે હું ભારતને AI-પ્રથમ બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે ઉત્સાહિત છું.