બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસની આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવાની યોજનાઓને મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ યૂનુસ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાનો ઇનકાર કરતાં તેમણે આગામી મહિને ફ્રાન્સના નીસમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સમાં ભાગ લેવાની યોજના રદ કરી દીધી છે. આ ઘટનાને બાંગ્લાદેશની વચગાળાની સરકારની વૈશ્વિક પહોંચ માળે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.