નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે AIIBએ કસ્ટમર્સ-સેટ્રિક અભિગમ પર તેનું ધ્યાન ચાલુ રાખવું જોઈએ અને સભ્ય દેશો, ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોને ટેક્નોલોજીની મદદથી નાણાકીય સંસાધનો સુધી પહોંચવામાં મદદ કરવી જોઈએ. તેમણે સમરકંદ (ઉઝબેકિસ્તાન)માં બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠક પહેલા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB)ના પ્રમુખ જિન લિકુન સાથેની બેઠકમાં આ વિનંતી કરી હતી. નાણામંત્રીએ નવ વર્ષના ટૂંકા ગાળામાં AIIBની લોન કામગીરીમાં ઝડપી વૃદ્ધિની પ્રશંસા કરી હતી.