Get App

દેશના પૂર્વોત્તર પ્રદેશને મળી પ્રથમ AIIMs તેમજ ત્રણ નવી મેડિકલ કોલેજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 1,123 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા દેશના ઉત્તર પૂર્વ પ્રદેશમાં પ્રથમ એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરી. આ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ માત્ર આસામના લોકોને જ નહીં પરંતુ અન્ય પૂર્વોત્તર રાજ્યોને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ સાથે મોદીએ નલબારી, નાગાંવ અને કોકરાઝારમાં ત્રણ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Apr 14, 2023 પર 2:52 PM
દેશના પૂર્વોત્તર પ્રદેશને મળી પ્રથમ AIIMs તેમજ ત્રણ નવી મેડિકલ કોલેજદેશના પૂર્વોત્તર પ્રદેશને મળી પ્રથમ AIIMs તેમજ ત્રણ નવી મેડિકલ કોલેજ
સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ માત્ર આસામના લોકોને જ નહીં પરંતુ અન્ય પૂર્વોત્તર રાજ્યોને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 1,123 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ પૂર્વોત્તરનું પ્રથમ એઈમ્સ (AIIMS) રાષ્ટ્રને સમર્પિત કરી. આ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ માત્ર આસામના લોકોને જ નહીં પરંતુ અન્ય પૂર્વોત્તર રાજ્યોને પણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. તેમણે નલબારી, નાગાંવ અને કોકરાઝાર ખાતે ત્રણ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું. ત્રણ મેડિકલ કોલેજોમાં 24 અંડરગ્રેજ્યુએટ વિભાગો સાથેની 500 પથારીવાળી ટર્શિયરી કેર ટીચિંગ હોસ્પિટલ 100 વાર્ષિક MBBS વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે શરૂ થશે. જેના કારણે આસામમાં કુલ એમબીબીએસ વિદ્યાર્થીઓની સંખ્યા 1500 થઈ જશે.

તેમણે રાજ્ય સરકાર અને IIT ગુવાહાટીની સંયુક્ત પહેલ, રૂપિયા 546 કરોડના આસામ એડવાન્સ્ડ હેલ્થકેર ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કર્યો.

AAHIIનો હેતુ દવા અને આરોગ્યસંભાળમાં શોધ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. આરોગ્ય સંભાળને એન્જિનિયરિંગ સાથે જોડીને દવાના સીમાવર્તી ક્ષેત્રોમાં અનેક સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો