યુએસ ટેરિફની ઇફેક્ટ હવે વિશ્વના ઘણા દેશો પર દેખાઈ રહી છે. ચીનમાં કેટલીક ફેક્ટરીઓ બંધ થવાના આરે છે. ભારત માટે પણ પરિસ્થિતિ સારી નથી કહેવાય. નિષ્ણાતોના મતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફની ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ખરાબ ઇફેક્ટ પડી શકે છે. રેટિંગ એજન્સી S&P ગ્લોબલે સોમવારે ચેતવણી આપી હતી કે ટ્રમ્પ વહીવટ હેઠળ એશિયા-પેસિફિકના ઘણા દેશોને ઊંચા ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આનાથી ભારત, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.