Pakistan: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બુધવારે ઇશનિંદાના આરોપમાં અનેક ચર્ચોમાં તોડફોડ કરવામાં આવી હતી અને સળગાવી દેવામાં આવી હતી. ખ્રિસ્તીઓ પર કથિત નિંદાનો આરોપ મૂક્યા પછી સેંકડો મુસ્લિમ ટોળાએ પૂર્વ પાકિસ્તાનમાં ચર્ચોને આગ ચાંપી અને ખ્રિસ્તી ઘરોમાં તોડફોડ કરી. લોકોએ આરોપ લગાવ્યો કે ઈસાઈ સમુદાયે કુરાનનું કથિત રીતે અપમાન કર્યું છે. આ સમાચાર ફેલાતાં જ ટોળું ફૈસલાબાદના ઔદ્યોગિક શહેરની બહાર આવેલા ખ્રિસ્તી બહુમતીવાળા વિસ્તારમાં ઘૂસી ગયું હતું. ટોળાએ ખ્રિસ્તી ઘરો અને કેટલાક ચર્ચોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

