Pakistan Train Hijack: મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. BLA એટલે કે બલોચ લિબરેશન આર્મીએ કલાકો સુધી ટ્રેનને હાઇજેક કરી રાખી. પાકિસ્તાનની આર્મી બલૂચ વિદ્રોહીઓના કબ્જામાંથી ટ્રેન છોડાવવામાં અસફળ રહી. સફળતાનો ઢંઢેરો પીટવા કંઇક અલગ સ્ટોરી પાકિસ્તાની સરકાર બનાવી રહી છે. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો છે કે તેના 100થી વધુ યાત્રીઓને વિદ્રોહીઓના કબ્જામાંથી છોડાવી લીધા છે. જોકે, તેનો આ દાવો થોડા જ સમયમાં ખોટો સાબિત થયો. યાત્રીઓએ બહાર આવીને સેનાના દવાઓની પોલ ખોલી હતી. હાઇજેક થેયલી ટ્રેનમાંથી સુરક્ષિત નીકળેલા યાત્રીઓએ દાવો કર્યો છે કે, તેમને બંદૂકધારી વિદ્રોહીઓએ પોતે છોડ્યા છે. હવે સવાલ થાય કે ટ્રેન હાઇજેક કર્યા બાદ પણ BLA યાત્રીઓને મારવાને બદલે તેમને મુક્ત કેમ કરી રહ્યા છે? તેઓ કરવા શું માંગે છે? તેઓ ઇચ્છતા તો લોકોને મારી શકતા હતા પરંતુ તેમણે આવું કેમ ન કર્યું?