પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) પાસેથી મળેલી $7 બિલિયન (આશરે 58,100 કરોડ રૂપિયા)ની લોનના બદલામાં પાકિસ્તાને પાંચ મહત્ત્વના લક્ષ્યાંકો પૂરા કરવાના હતા, પરંતુ તે ત્રણ લક્ષ્યાંકોમાં નિષ્ફળ રહ્યું છે. આનાથી સપ્ટેમ્બરમાં થનારી IMFની સમીક્ષા અને આગળની $1 બિલિયનની કિશ્ત પર શું અસર પડશે? ચાલો, આ મુદ્દાને વિગતે સમજીએ.