ભારતે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. તાજિકિસ્તાનમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય સંમેલન દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આ મુદ્દે ભારત પર આકરા પ્રહાર કર્યા. તેમણે સિંધુ નદીના પાણીના પ્રવાહને રોકવાની ભારતની કાર્યવાહીની તુલના ગાઝા (Gaza)ના જળ સંકટ સાથે કરી, જેને તેમણે "ભયાનક" ગણાવ્યું. આ સાથે તેમણે ભારતને "રેડ લાઇન" ન પાર કરવાની ચેતવણી પણ આપી, જેને રાજકીય વર્તુળોમાં ગીદડભભકી તરીકે જોવામાં આવી રહી છે.