દેશની સૌથી મોટી હેલિકોપ્ટર કંપની પવન હંસને ONGC તરફથી 2,000 કરોડ રૂપિયાથી વધુનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ 10 વર્ષ માટે રહેશે. જેમાં પવન હંસ ઓઈલ અને નેચરલ ગેસ મહારત્ન કંપની ONGCના ઓફશોર ઓપરેશન માટે ચાર હેલિકોપ્ટરની સેવાઓ આપશે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત પવન હંસ તેના કાફલામાં સંપૂર્ણપણે સ્વદેશી મેડ-ઇન-ઇન્ડિયા હેલિકોપ્ટર ધ્રુવ એનજીનો સમાવેશ કરીને ONGCને સેવાઓ આપશે.