Labour ministry: 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફ્રીલાન્સર્સ, ડિલિવરી બોય અને કેબ ડ્રાઇવરો જેવા ગિગ વર્કર્સ માટે મોટી જાહેરાત કરી. આ અંતર્ગત, ગીગ વર્કર્સને આરોગ્ય લાભો સહિત ઘણી મોટી સુવિધાઓ આપવામાં આવશે. તેની પ્રોસેસ હવે શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં, શ્રમ મંત્રાલયે કહ્યું છે કે તે ટૂંક સમયમાં ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સંકળાયેલા એક કરોડ ગિગ કામદારો માટે પેન્શન યોજના લાવવા માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી માંગશે. આ માહિતી આપતાં, એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે આ હેઠળ, દરેક ટ્રાન્જેક્શનમાંથી થતી આવક સામાજિક સુરક્ષા યોજનામાં ફાળો આપવામાં આવશે.