રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના એક નિવેદનથી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. પુતિને બુધવારે પોતાના ચીન પ્રવાસના અંતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થા"નો હવે અંત આવવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે,બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થાની જરૂર છે, જેમાં કોઈ પણ દેશ પ્રભુત્વ ન ધરાવે અને બધા રાષ્ટ્રો સમાન અધિકારો સાથે ભાગ લે. પુતિનની જાહેરાતથી અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના શાસન માટે મોટો ખતરો ઉભો થયો છે.