Quad Leaders Summit: ક્વોડ દેશોના નેતાઓ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ત્રીજી વખત સામ-સામે મળશે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે જાહેરાત કરી છે કે 24 મેના રોજ સિડનીમાં ક્વાડ દેશોના નેતાઓની બેઠક યોજાશે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત ક્વોડ લીડર્સની કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સાથે વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે જાપાનના હિરોશિમામાં જી-7 દેશોની બેઠક બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ક્વાડ બેઠકમાં ભાગ લેશે.

