Gujarat Rainfall: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પાછલા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ બોટાદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના દસાડામાં સવા ઇંચ, મોરબીના ટંકારામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરના બોડેલીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલીના લીલિયા ગીર સોમનાથના પાટણ વેરાવડ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અડધો અડધો ઇંચ મેઘવર્ષા થઈ હતી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનના સરેરાશ વરસાદના 25% જેટલો વરસાદ વરસી ચુક્યો છે.