Rains Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ગોવા અને કોંકણ પ્રદેશ, કોસ્ટલ કર્ણાટક, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી કરતી એજન્સીએ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.