Rozgar Mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે (13 જૂન) દેશના 70,000 યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ કરવા જઈ રહ્યા છે. આ નિમણૂક પત્રોનું વિતરણ રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. PM મોદી સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે દેશભરમાં 43 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. વાસ્તવમાં ગયા વર્ષે જૂનમાં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડમાં સરકારી નોકરી આપવામાં આવશે. પીએમ એવા યુવાનોને પણ સંબોધિત કરશે જેમને નિમણૂક પત્રો મળ્યા છે.

