Year Ender 2024: આ વર્ષે ડોલર સામે રૂપિયાનું પર્ફોમન્સ ખરાબ રહ્યું છે. 2024માં અમેરિકન ડોલર સામે રૂપિયો ત્રણ ટકા નબળો પડ્યો છે. અર્થવ્યવસ્થામાં મંદી અને ગ્લોબલ માર્કેટ્સમાં ડોલરની મજબૂતીથી રૂપિયાને અસર થઈ છે. 2024ના અંતમાં રૂપિયો તેની નવી ઓલ-ટાઇમ નીચી સપાટીએ ગબડી ગયો હતો. આ વર્ષે 1 જાન્યુઆરીએ 83.19 પ્રતિ ડોલરના લેવલની સરખામણીએ 27 ડિસેમ્બર સુધી રૂપિયો ત્રણ ટકા તૂટ્યો છે. 27 ડિસેમ્બરે રૂપિયો પ્રતિ ડૉલર 85.59ના નીચા લેવલે હતો. આવી સ્થિતિમાં 2025માં રૂપિયાની સ્થિતિ થોડી સારી રહેવાની આશા છે. ડૉલરમાં સુધારાની અસર ઊભરતાં માર્કેટ્સની કરન્સી પર પડી છે. મુખ્ય ચલણો સામે રૂપિયાના વિનિમય દરની અસર 2024માં પણ ચાલુ રહી. જોકે, વિશ્વની અન્ય કરન્સીની સરખામણીએ ભારતીય રૂપિયામાં વધઘટ ઘણી ઓછી રહી છે.