Chernobyl Nuclear Plant Attack: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટો દાવો કર્યો છે. તેઓ કહે છે કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોનથી હુમલો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટની ઢાલ પર એક રશિયન ડ્રોન પડ્યું હતું. જોકે, રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન લેવલ સામાન્ય રહ્યું છે.