સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. તે આજે એટલે કે 28 એપ્રિલે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. આ દરમિયાન, સામંથાની એક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેના ચહેરા પર ઓક્સિજન માસ્ક પહેરેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીર જોઈને તેના ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં, તેમની આ તસવીર ઓટોઇમ્યુન માટે ‘હાયપરબેરિક થેરાપી' દરમિયાન કરવામાં આવી છે.

