Samudrayaan Mission: ભારતનું સમુદ્રયાન મિશન એ દેશનું પ્રથમ માનવસંચાલિત ડીપ સી રિસર્ચ મિશન છે, જેનો હેતુ સમુદ્રના 6000 મીટર ઊંડાણમાં શોધખોળ કરવાનો છે. આ મિશન હેઠળ મત્સ્ય 6000 નામની પનડુબ્બી તૈયાર કરવામાં આવી રહી છે, જે ત્રણ વૈજ્ઞાનિકોને હિંદ મહાસાગરના ઊંડાણમાં લઈ જશે. આ પનડુબ્બી અદ્યતન સેન્સર્સ અને ટેક્નોલોજીથી સજ્જ હશે, જે સમુદ્રની બાયોડાયવર્સિટી અને ખનિજ સંસાધનોનો અભ્યાસ કરવામાં મદદ કરશે. મત્સ્ય 6000 સામાન્ય રીતે 12 કલાક અને કટોકટીની સ્થિતિમાં 96 કલાક સુધી કાર્યરત રહી શકશે.