પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ ઝડપથી પાટા પર આવી રહી છે. ત્યાં કેન્દ્રીય બેન્કના નિર્ણય દ્વારા આનો સંકેત મળી શકે છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે તેના મેઇન રેટ્સમાં 250 બેસિસ પોઈન્ટ એટલે કે 2.50 ટકાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેન્કનો આ નિર્ણય બજાર માટે આશ્ચર્યજનક હતો, કારણ કે પરિસ્થિતિમાં આટલી ઝડપથી સુધારો થવાની અપેક્ષા નહોતી. શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે ફુગાવાના અપેક્ષિત દર અને સાનુકૂળ ભાવ અંદાજને કારણે દરમાં ઘટાડો કર્યો છે. મુખ્ય દર ઉપરાંત, શ્રીલંકાની મધ્યસ્થ બેન્કે પણ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 15.5 ટકાથી ઘટાડીને 13 ટકા કર્યો છે. આ સિવાય સ્ટેન્ડિંગ લેન્ડિંગ સુવિધા પણ 16.5 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવી છે.

