એલોન મસ્કની કંપની સ્પેસએક્સની સ્ટારલિંક ભારતમાં આગામી બે મહિનામાં પોતાની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. આ સર્વિસ ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડશે, જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ સર્વિસ ઓ ઉપલબ્ધ નથી. કંપનીએ ડિવાઇસની કિંમત 33,000 નક્કી કરી છે, જ્યારે અનલિમિટેડ ડેટા પ્લાન માટે માસિક 3,000નો ખર્ચ થશે.