PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. મંગળવારે સવારે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે દેશના પ્રથમ ગૃહમંત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદી રેમ્પથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગયા અને ત્યાંથી સરદાર પટેલને ફૂલ અર્પણ કર્યા. આ પછી પીએમએ એકતા નગરમાં એકઠા થયેલા લોકોને સંબોધિત પણ કર્યા.

