Dog Bite: દેશભરમાં શ્વાન કરડવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શ્વાન કરડવાની ઘટનાનો ભોગ બનેલા લોકો માટે 20,000 રૂપિયા સુધીનું વળતર નક્કી કર્યું છે. શ્વાન કરડવાના કિસ્સામાં, શ્વાનના દરેક દાંતના નિશાન માટે પીડિતોને 10,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.

