ચીન સરકારે સરકારી નાણાંના ખોટા ખર્ચા પર લગામ લગાવવા માટે એક મહત્વપૂર્ણ અને કડક આદેશ જાહેર કર્યો છે. આ નવા નિયમ હેઠળ, સરકારી અધિકારીઓ હવે સરકારી ફંડનો ઉપયોગ કરીને શરાબ, સિગારેટ કે અન્ય વૈભવી વસ્તુઓ ખરીદી નહીં કરી શકે. આ પગલું સરકારી ખર્ચમાં પારદર્શિતા લાવવા અને જાહેર નાણાંનો દુરુપયોગ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે.