અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં જંગલની આગને ફેલાતી અટકાવવી અત્યંત મુશ્કેલ સાબિત થઈ રહી છે. ભારે પવનથી મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. અહેવાલો અનુસાર, પવનને કારણે આગ ઝડપથી રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહી છે. જો આગ શહેરો સુધી પહોંચે તો મોટી સંખ્યામાં ઘરો બળીને રાખ થઈ શકે છે. આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 હજાર ઘર બળી ગયા છે. હોલીવુડ હિલ્સના ઘણા સ્ટાર બંગલા પણ આ આગનો શિકાર બન્યા. આ આગમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે.