ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો ઉમેરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કટોકટી દરમિયાન બંધારણીય સુધારો અમાન્ય ન હોઈ શકે. 1976માં કટોકટી દરમિયાન, બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.