વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ કહ્યું છે કે પીએમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ પોતે મોદી માટે ડિનરનું આયોજન કરી શકે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી આ મહિને ફ્રાન્સની મુલાકાત બાદ 12 ફેબ્રુઆરીની સાંજે વોશિંગ્ટન પહોંચશે અને 14 ફેબ્રુઆરી સુધી અમેરિકન રાજધાનીમાં રહેશે. આ સમય દરમિયાન, વડા પ્રધાન અમેરિકન કોર્પોરેટ નેતાઓ સાથેની બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ગયા સોમવારે શપથ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવી શકે છે.