વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની સરકારની યોજના અંગેનો એક વોટ્સએપ મેસેજ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. શક્ય છે કે તમને અથવા તમે જાણતા હો એવા કોઈને પણ આવો જ મેસેજ મળ્યો હોય. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર એવા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે જેઓ આર્થિક રીતે નબળા છે અને લેપટોપ ખરીદી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી મફત લેપટોપ મળશે. ત્યાર બાદ તેમને ફોર્મ ભરવા માટે કરવામાં આવી રહ્યા છે. આ મેસેજ મુજબ કુલ 9.60 લાખ લેપટોપનું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

