Get App

કાશી વિશ્વનાથ કોરિડોરનો કમાલ! 7 મહિનામાં જ 4.65 કરોડ પ્રવાસીઓ ઉમટ્યા, વારાણસીમાં 1200 કરોડની કમાણીથી સ્થાનિકો ગેલમાં

કાશી વિશ્વનાથ કોરિડોર બન્યા પછી વારાણસીમાં પ્રવાસન ક્ષેત્રે રેકોર્ડ તૂટ્યા છે. વર્ષ 2026 ના પ્રથમ 7 મહિનામાં 4.65 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લેતા સ્થાનિક અર્થતંત્રને 1200 કરોડનો જંગી ફાયદો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2026 પર 4:15 PM
કાશી વિશ્વનાથ કોરિડોરનો કમાલ! 7 મહિનામાં જ 4.65 કરોડ પ્રવાસીઓ ઉમટ્યા, વારાણસીમાં 1200 કરોડની કમાણીથી સ્થાનિકો ગેલમાંકાશી વિશ્વનાથ કોરિડોરનો કમાલ! 7 મહિનામાં જ 4.65 કરોડ પ્રવાસીઓ ઉમટ્યા, વારાણસીમાં 1200 કરોડની કમાણીથી સ્થાનિકો ગેલમાં
પ્રવાસન વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ, વર્ષ 2014 થી જુલાઈ 2026 સુધીમાં કુલ 52 કરોડ 71 લાખ પ્રવાસીઓએ કાશીની મુલાકાત લીધી છે.

Kashi Vishwanath Corridor: ઉત્તર પ્રદેશનું ધાર્મિક શહેર વારાણસી આજકાલ દુનિયાના પ્રવાસન નકશા પર છવાયેલું છે. નવાઈની વાત એ છે કે, આજના યુવાનો એટલે કે Gen-Z હિલ સ્ટેશન પર જવાને બદલે વારાણસીના ઘાટ અને કાશી વિશ્વનાથ ધામની મુલાકાત લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ અહીં પ્રવાસીઓનો એવો ધસારો જોવા મળી રહ્યો છે કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.

2026 ના માત્ર 7 મહિનામાં આવ્યા 4.65 કરોડ પ્રવાસીઓ

પ્રવાસન વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ, વર્ષ 2014 થી જુલાઈ 2026 સુધીમાં કુલ 52 કરોડ 71 લાખ પ્રવાસીઓએ કાશીની મુલાકાત લીધી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, માત્ર વર્ષ 2026ના શરૂઆતના 7 મહિનામાં જ (જુલાઈ સુધી) 4 કરોડ 65 લાખ પ્રવાસીઓ કાશી પહોંચ્યા છે.

આ અંગે અર્થશાસ્ત્રના નિષ્ણાત ડૉ. અનૂપ મિશ્રાએ જણાવ્યું કે, જો કોઈ પ્રવાસી વારાણસીમાં રહેવા, જમવા અને ફરવા પાછળ વ્યક્તિદીઠ સરેરાશ 3000 રૂપિયાનો ખર્ચ કરે છે, તો તે ગણતરી મુજબ આ 7 મહિનામાં 4.65 કરોડ પ્રવાસીઓએ સ્થાનિક બજારને 1200 કરોડથી વધુનો સીધો બિઝનેસ આપ્યો છે.

સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને મોટો બૂસ્ટ

પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે વારાણસીના સ્થાનિક અર્થતંત્રને જબરદસ્ત વેગ મળ્યો છે. આર્થિક તેજીનો સીધો ફાયદો નીચે મુજબના વ્યવસાયોને થયો છે.

હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ સંચાલકો.

બધા સમાચાર

+ વધુુ વાંચો