ભારતથી બ્રિટન જતા લોકો માટે સારા સમાચાર છે. ભારત અને બ્રિટન વચ્ચે થયેલા કરાર હેઠળ, લંડન જવાનું અને ત્યાંથી મુસાફરી કરવાનું હવે વધુ સરળ બનશે. વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સાંજે યુકે અને આયર્લેન્ડની તેમની 6 દિવસની મુલાકાત દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ પાઠવી અને પોતાનો મેસેજ પણ આપ્યો.