Get App

Unemployment Rate Falls: દેશમાં બેરોજગારી દર 6 મહિનાના સૌથી નીચલા સ્તરે, ગામડાઓમાં નોકરીની તકો વધી

દેશમાં ઓગસ્ટ મહિનામાં બેરોજગારી દર ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે, જે 6 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. ગામડાઓમાં મહિલાઓ અને પુરુષો માટે નોકરીની તકોમાં મોટો વધારો થયો છે. જાણો લેટેસ્ટ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Sep 15, 2026 પર 6:43 PM
Unemployment Rate Falls: દેશમાં બેરોજગારી દર 6 મહિનાના સૌથી નીચલા સ્તરે, ગામડાઓમાં નોકરીની તકો વધીUnemployment Rate Falls: દેશમાં બેરોજગારી દર 6 મહિનાના સૌથી નીચલા સ્તરે, ગામડાઓમાં નોકરીની તકો વધી
ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર ઓગસ્ટમાં ઘટીને 4.1 ટકા પર આવી ગયો છે, જે જુલાઈમાં 4.5 ટકા હતો. જાન્યુઆરી 2026 પછી ગ્રામીણ બેરોજગારીનું આ સૌથી નીચલું સ્તર છે.

Unemployment Rate Falls : દેશના યુવાનો અને અર્થતંત્ર માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં બેરોજગારીના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા નવા આંકડાઓ મુજબ, ઓગસ્ટ મહિનામાં ભારતનો બેરોજગારી દર ઘટીને 5 ટકા થઈ ગયો છે.

આ આંકડો છેલ્લા 6 મહિનાનું (ફેબ્રુઆરી 2026 પછીનું) સૌથી નીચલું સ્તર છે. અગાઉ જુલાઈ મહિનામાં આ દર 5.1 ટકા હતો. બેરોજગારી ઘટવા પાછળનું સૌથી મોટું કારણ ગામડાઓમાં રોજગારીની વધતી તકો છે. જોકે, શહેરોમાં સ્થિતિ થોડી ચિંતાજનક છે. ચાલો આ આંકડાઓને વિગતે સમજીએ.

ગામડાઓમાં નોકરીઓ વધી, શહેરોમાં સ્થિતિ વિપરીત

ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર ઓગસ્ટમાં ઘટીને 4.1 ટકા પર આવી ગયો છે, જે જુલાઈમાં 4.5 ટકા હતો. જાન્યુઆરી 2026 પછી ગ્રામીણ બેરોજગારીનું આ સૌથી નીચલું સ્તર છે. શહેરોમાં ચિત્ર થોડું અલગ જોવા મળ્યું છે. શહેરી બેરોજગારી દર જુલાઈના 6.7 ટકાથી વધીને ઓગસ્ટમાં 6.8 ટકા થઈ ગયો છે. ટૂંકમાં કહીએ તો, દેશના કુલ બેરોજગારી દરમાં જે ઘટાડો આવ્યો છે, તેનો મોટો શ્રેય ગામડાઓને જાય છે.

કામ શોધનારા લોકો અને મહિલાઓની ભાગીદારી વધી

બેરોજગારી ઘટવાની સાથે લેબર માર્કેટમાં લોકોની ભાગીદારી પણ વધી છે. ઓગસ્ટમાં તે વધીને 55.6 ટકા થઈ ગઈ છે, જે જુલાઈમાં 55.4 ટકા હતી. LFPR એ દર્શાવે છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વસ્તીમાં કેટલા લોકો કામ કરી રહ્યા છે અથવા તો કામની શોધમાં છે.

મહિલાઓની વાત કરીએ તો, તેમના માટે પણ બજારમાં સારી તકો ઊભી થઈ છે,,ઓગસ્ટમાં કુલ મહિલા LFPR 34.4 ટકાથી વધીને 34.8 ટકા થયો છે. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની ભાગીદારીમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. તેમનો આંકડો 38.8 ટકાથી વધીને 39.4 ટકા થયો છે. જોકે, શહેરોમાં મહિલાઓની ભાગીદારી 25.4 ટકા પર લગભગ સ્થિર રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો