US Tariff: મુખ્ય આર્થિક સલાહકાર (CEO) વી. અનંત નાગેશ્વરનએ આશા વ્યક્ત કરી હતી કે, 30 નવેમ્બર પછી 25% વધારાનો યુએસ ટેરિફ હટાવી લેવામાં આવશે. તેમણે યુએસ સાથે ચાલી રહેલી વેપાર સોદાની વાટાઘાટોમાંથી સકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરી હતી. 18 સપ્ટેમ્બરના રોજ કોલકાતામાં ઉદ્યોગ ચેમ્બર CCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું હતું કે અમને અપેક્ષા નહોતી કે અમેરિકા પહેલા 25% પારસ્પરિક ટેરિફ અને પછી દંડ તરીકે 25% ટેરિફ લાદશે.