Uttarkashi Tunnel Rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ મંગળવારે બચાવી લેવામાં આવ્યા હતા. આ કામદારો 12 નવેમ્બરે ટનલનો એક ભાગ ધરાશાયી થતાં ફસાયા હતા. ત્યારથી તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. આમાં ઘણી એજન્સીઓ સામેલ હતી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે સુરંગમાંથી બહાર કાઢવામાં આવેલા 41 મજૂરોમાંથી કોઈની હાલત ગંભીર નથી. દરેક વ્યક્તિ સ્વસ્થ છે.

