Uttarkashi Tunnel: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલ અકસ્માતમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનનો શુક્રવારે છઠ્ઠો દિવસ છે. આ કામદારોને બે દિવસમાં બહાર કાઢવામાં આવશે તેવી અપેક્ષા છે. ભૂસ્ખલનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો.