પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરનારા ઇન્વેસ્ટર્સ માટે મોટા સમાચાર છે. સરકારે PPF સંબંધિત નિયમોમાં 3 મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આવી સ્થિતિમાં જો તમે PPFમાં રોકાણ કરો છો તો તમારા માટે આ નિયમોને જાણવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે, નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે તાજેતરમાં પોસ્ટ ઓફિસ દ્વારા નેશનલ સ્મોલ સેવિંગ્સ (NSS) સ્કીમ હેઠળ NRI દ્વારા બાળકના નામે બનાવેલા PPF એકાઉન્ટ, એકથી વધુ PPF એકાઉન્ટ અને નવા PPF એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ચાલો જાણીએ આ ફેરફારોની શું અસર થશે?