Personal loan tips: દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોની સિઝનમાં ઘરનો ખર્ચ અચાનક વધી જાય છે. નવા કપડાં, ઘરની સજાવટ, ગાડી કે પછી ઘરેણાં ખરીદવાના હોય, ત્યારે ઘણીવાર બજેટ ખોરવાઈ જાય છે. આવા સમયે પૈસાની અછત દૂર કરવા માટે પર્સનલ લોન લેવાનો વિચાર સૌથી પહેલા આવે છે. તહેવારોને ધ્યાનમાં રાખીને બેંકો અને ફાયનાન્સ કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષક લોન ઓફર્સ આપતી હોય છે.

