Get App

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે જલસા! 1 જાન્યુઆરી 2026થી પગારમાં થશે તોતિંગ વધારો, જાણો લેવલ વાઈઝ નવી સેલેરી અને એરિયર્સનું ગણિત

8th Pay Commission: પીએમ મોદીની કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે. 1 જાન્યુઆરી, 2026થી લાગુ થનારા આ પંચથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે? જાણો લેવલ વાઈઝ પગારની નવી ગણતરી અને એરિયર્સની વિગતો આ અહેવાલમાં.

MoneyControl Newsઅપડેટેડ Jan 01, 2026 પર 1:29 PM
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે જલસા! 1 જાન્યુઆરી 2026થી પગારમાં થશે તોતિંગ વધારો, જાણો લેવલ વાઈઝ નવી સેલેરી અને એરિયર્સનું ગણિત8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે જલસા! 1 જાન્યુઆરી 2026થી પગારમાં થશે તોતિંગ વધારો, જાણો લેવલ વાઈઝ નવી સેલેરી અને એરિયર્સનું ગણિત
8th Pay Commission: પીએમ મોદીની કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે.

8th Pay Commission: નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચને લીલી ઝંડી આપી દીધી છે. આ અંગેની તમામ મહત્વની વિગતો નીચે મુજબ મુદ્દાસર છે:

કેબિનેટનો નિર્ણય અને લાભાર્થીઓ

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission)ની રચનાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ પંચની ભલામણો અને જોગવાઈઓ 1 જાન્યુઆરી, 2026થી લાગુ ગણવામાં આવશે. આ નિર્ણયનો સીધો લાભ દેશના અંદાજે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ નિવૃત્ત પેન્શનરોને મળશે.

પગાર વધારાનું ગણિત અને ફિટમેન્ટ ફેક્ટર

ફિટમેન્ટ ફેક્ટર: નિષ્ણાતોના મતે, પગાર વધારાની ગણતરી માટે ફિટમેન્ટ ફેક્ટર 2.15 રાખવામાં આવે તેવી શક્યતા છે.

લઘુત્તમ પગાર: હાલની ગણતરી મુજબ, લઘુત્તમ બેઝિક સેલેરી 18,000થી વધીને 38,700 સુધી પહોંચી શકે છે. કેટલાક અહેવાલો મુજબ તે 51,480 સુધી પણ જઈ શકે છે.

લેવલ વાઈઝ પગારમાં થતો અંદાજિત વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો