દેશમાં GST સુધારાઓના પગલાં પછી મિડલ ક્લાસ પરને બોજ ઘટ્યે છે, ત્યારે હવે વધુ 2 મોટી રાહતના સંકેત મળી રહ્યા છે. એક તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ડિસેમ્બરમાં મોનિટરી પોલિસીમાં રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો કટ કરીને તેને 5.25% સુધી ઘટાડવાની શક્યતા વ્યક્ત કરી રહી છે, જેનાથી લોનના વ્યાજદરોમાં રાહત મળશે અને મિડલ ક્લાસના પોકેટમાં વધુ પૈસા આવશે. બીજી તરફ, સરકાર અમેરિકાના 50% ટેરિફની અસરથી પીડાતા એક્સપોર્ટર્સ માટે રાહત પેકેજની તૈયારી કરી રહી છે, જે ઇકોનોમિક ગ્રોથને વેગ આપશે. આ બધું ફુગાવાના નવવર્ષીય નીચા સ્તરને કારણે શક્ય બની રહ્યું છે, જેમાં ખાસ કરીને ખોરાકના વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

