સરકાર જનતા માટે અવાર નવાર સરકારી નવી સ્કીમો લાવતી રહે છે. આવી એક યોજના અટલ પેન્શન સ્કીમ (Atal Pension Yojana) સરકાર દ્વારા ચલાવાય છે. આ યોજનાને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ યોજનામાં તમે તમારી પસંદગી પ્રમાણે પ્લાન લઈ શકો છો. જો તમે આ યોજનામાં દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરશો તો નિવૃત્તિ બાદ તમને દર મહિને 5 હજાર રૂપિયાનું પેન્શન મળશે.